scorecardresearch

NEET PG 2023 : નીટ પીજી 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરુ, 5 માર્ચે થશે પરીક્ષા, આવી રીતે કરો અરજી

NEET PG 2023 Registration Begin Today: મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોમાં એડમિશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. નીટ પીજી 2023 માટે આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.

NEET PG 2023 : નીટ પીજી 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરુ, 5 માર્ચે થશે પરીક્ષા, આવી રીતે કરો અરજી
NEET PG 2023 Application Form, NEET PG 2023 નોંધણી શરૂ થાય છે

NEET PG 2023 Registration at nbe.edu.in : મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએર કોર્સોમાં એડમિશન માટે નેશનલ કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી ફોર્મ આજથી શરૂ થશે. નેશનલ બોર્ડ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ નીટ પીજી (NBEMS) 2023 રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો નીટી પીજી એપ્લીકેશન ફોર્મ (NEET PG 2023) ભરવા માટે સત્તાવાર વેબસાઈટ natboard.edu.in ઉપર જાઓ. માસ્ટર ઓફ સર્જરી (MS), ડોક્ટર ઓફ મેડિસિન (MD) અને પીજી ડિપ્લોમા પ્રોગ્રામ માટે નીટ પીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. નીટ પીજી 2023 પરીક્ષા પાંચ માર્ચે આયોજીત કરવામાં આવશે.

25 જાન્યુઆરી 2023 સુધી ભરી શકાશે ફોર્મ

NEET PG માટે અરજી ફોર્મ 5 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાથી 25 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 11:55 વાગ્યા સુધી ભરવામાં આવશે. NEETI PG એડમિટ કાર્ડ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. જો કે, ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે આ તારીખો કામચલાઉ છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.

NEET PG એ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે, જે દેશની ટોચની મેડિકલ કોલેજોમાં PG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોએ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પણ વાંચોઃ- Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી શરૂ થશે

natboard.edu.in પર સંપૂર્ણ સમયપત્રક જોવું

NEET PG પરીક્ષાના સમયપત્રક મુજબ બોર્ડે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NEET MDS, DNB, FNGE અને અન્ય પરીક્ષાઓની પરીક્ષાની તારીખો પણ જાહેર કરી છે. NBA માર્ચ 1, 2023 ના રોજ NEET MDS પરીક્ષાનું આયોજન કરશે. અને ફેલોશિપ એન્ટ્રન્સ ટેસ્ટ (FET 2022) 23 જાન્યુઆરી, 2023 ના રોજ લેવામાં આવશે. FNB એક્ઝિટ પરીક્ષા ફેબ્રુઆરી અથવા માર્ચમાં લેવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો natboard.edu.in પર સંપૂર્ણ સમયપત્રક ચકાસી શકે છે.

આ પણ વાંચોઃ- GSECL Recruitment 2023 : જીએસઈસીએલમાં 259 પોસ્ટ પર ભરતી, રૂ.1.15 લાખ સુધીનો પગાર

NEET PG 2023: ફોર્મ કેવી રીતે ભરવું

  1. સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nbe.edu.in ની મુલાકાત લો.
  2. હોમપેજ પર NEET PG નોંધણી લિંક પર ક્લિક કરો.
  3. હવે NEET PG રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
  4. નોંધણી પછી, NEET PG 2023 અરજી ફોર્મ ભરો.

5.હવે રજીસ્ટ્રેશન ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો.

  1. છેલ્લે NEET PG ફોર્મ ડાઉનલોડ કરો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

Web Title: Neet pg 2023 registration start today 5 march exam career news

Best of Express