Board Exam : શિક્ષા મંત્રાલયે વર્ષ 2024થી પાઠ્યક્રમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. શિક્ષણ મંત્રાલયએ જણાવેલી નવી શિક્ષા નીતિ અનુસાર પાઠ્યાક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. શિક્ષા મંત્રાયે જણાવ્યું કે નવા પાઠ્યક્રમના ડ્રાફ અંતર્ગત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાંથી ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જોઈએ.
વર્ષમાં બે વખત થશે બોર્ડની પરીક્ષા
શિક્ષા મંત્રાલય અનુસાર નવા પાઠ્યક્રમના ઢાંચા અંતર્ગત બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત થશે. વિદ્યાર્થીઓના સર્વશ્રેષ્ઠ અંક યથાવત રાખવાની મંજૂરી હશે. શિક્ષા મંત્રાલયના નવા અભ્યાસ ક્રમના ઢાંચા અંતર્ગત બોર્ડ પરીક્ષા મહિનાની કોચિંગ અને રટ્ટા લગાવવાની ક્ષમતાના મુકાબલે વિદ્યાર્થીઓની સમજ અને ક્ષમતાના સ્તરના મૂલ્યાંકન પર રહેશે.
વિષયોની પસંદગી સ્ટ્રીમ સુધી સીમિત નહીં રહે
મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર નવા પાઠ્યાક્રમ ઢાંચા અંતર્ગત વર્ગ 11 અને 12માં વિષયોની પસંદગ સ્ટ્રીમ સુધી સીમિત નહી રહે. વિદ્યાર્થીઓનને પસંદગીનો વિષય પસંદ કરવા માટે આઝાદી મળશે. કક્ષાઓમાં પાઠ્ય પુસ્તકોને કવર કરવાની અત્યારની સ્થિતિની પ્રથાથી બચી શકાશે. પાઠ્ય પુસ્તકોની કિંમતો ઘટાડવામાં આવશે. સ્કૂલ બોર્ડ ઉચિત સમયમાં માંગ અનુસાર પરીક્ષાની ભલામણ કરવાની ક્ષમતા વિકસિત કરશે.