New engineering courses in gujarat : નવા ઉભરતા ઈજનેરી અભ્યાસક્રમોની માંગ વચ્ચે સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોમાં હાલની બેઠકોની પુનઃરચના અને નવા ઈજનેરી કાર્યક્રમો માટે બુધવારે સરકારી ઠરાવ (GR) પસાર કરવામાં આવ્યો હતો.
2023-24 સત્રથી અમલમાં મૂકવા માટે, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં 210 બેઠકો વધારવામાં આવી છે, જ્યારે અન્ય 270 બેઠકો સ્થળાંતરિત કરવામાં આવી છે અને 870 બેઠકો પર પ્રવેશ અટકાવવામાં આવ્યો છે. અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 54 બેઠકો વધારવામાં આવી છે, અને 72 બેઠકો સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આજ રીતે સરકારી પોલીટેકનિક કોલેજોમાં ડિપ્લોમા કોર્સમાં 360 બેઠકો વધારવામાં આવી છે, તો 90 બેઠકો ટ્રાન્સફર કરવામાં આવી છે અને 390 બેઠકો સ્થિર કરવામાં આવી છે.
GR જણાવે છે કે, “પુનઃરચના સમિતિએ NEP (નેશનલ એજ્યુકેશન પોલિસી) 2020, AICTEની જોગવાઈઓ, ઈજનેરી પ્રવેશના એડમિશન ડેટા અને તેમની શાખાઓમાં ભરતી સમયે વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરાયેલ પસંદગીઓ અને ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો સૂચવવામાં આવ્યા છે.” જે બુધવારે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
સરકારી પોલિટેકનિક અને એન્જિનિયરિંગ સંસ્થાઓમાં ખોલવામાં આવેલા નવા ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમોમાં ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર, આઈટી અને આઈસીટી (ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી) તેમજ સિવિલ અને ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, મિકેનિકલ અને ઈલેક્ટ્રીકલ જેવી પરંપરાગત શાખાઓમાં છે.
આ પણ વાંચો – scholarship | IIM અમદાવાદે 2023-25ની PGP બેચ માટે 30 નવી શિષ્યવૃત્તિઓની કરી જાહેરાત
સરકારી ઈજનેરી કોલેજોમાં પ્રત્યેક 18 બેઠકો ધરાવતા પીજી પ્રોગ્રામ્સમાં નવા અભ્યાસક્રમો, જેમ કે મિકેનિકલ-CAD/CAM, IT, સિવિલ, પાવર ઈલેક્ટ્રોનિક્સ, EC, VLSI ડિઝાઈન અને ઈલેક્ટ્રિક વાહનો માટે છે.





