NHPC Bharti 2025: NHPCમાં બમ્પર ભરતી, લાખો રૂપિયા સુધીનો પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

NHPC Non-executive Recruitment 2025 Check how to Apply Online in Gujarati: NHPC ભરતી 2025 અંતર્ગત નોન એક્ઝિક્યુટીવ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

NHPC Non-executive Recruitment 2025 Check how to Apply Online in Gujarati: NHPC ભરતી 2025 અંતર્ગત નોન એક્ઝિક્યુટીવ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
NHPC Non-Executive Recruitment 2025

NHPC નોન-એક્ઝિક્યુટિવ ભરતી 2025 - photo- x @nhpcltd

NHPC non-executive recruitment 2025: NHPC એ નોન-એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. NHPC માં નોન-એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકશે. NHPC એ આસિસ્ટન્ટ રાજભાષા, જુનિયર એન્જિનિયર, સુપરવાઇઝર, સિનિયર એકાઉન્ટન્ટ અને હિન્દી અનુવાદક માટે કુલ ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજીઓ 02 સપ્ટેમ્બરથી સવારે 10 વાગ્યાથી શરૂ થશે. ઉપરાંત, રસ ધરાવતી અરજીઓ માટેની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.

NHPC ભરતી 2025 અંતર્ગત નોન એક્ઝિક્યુટીવ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

NHPC ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાનેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (NHPC)
પોસ્ટનોન એક્ઝિક્યુટિવ
જગ્યા247
વય મર્યાદામહત્તમ 30 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ2-9-2025
અરજી કરવાની છેલ્લી તારીખ1-10-2025
ક્યાં અરજી કરવીhttps://www.nhpcindia.com/

NHPC Bharti 2025: પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ11
જુનિયર એન્જિનિયર(સિવિલ)109
જુનિયર એન્જિનિયર(ઈલેટ્રિકલ)45
જુનિયર એન્જિનિયર(મિકેનિકલ)49
જુનિયર એન્જિનિયર(ઈ એન્ડ સી)17
સુપરવાઇઝર(IT)1
સિનિયર એકાઉન્ટન્ટ10
હિન્દી ટ્રાન્સલેટર5
કુલ247

NHPC recruitment 2025: શૈક્ષણિક લાયકાત

NHPC ભરતી 2025 અંતર્ગત અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે જે તે પોસ્ટ અંગેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

ઉમેદવારોની અરજી કરવાની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ સાથે ઉમેદવારોને ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. SC અને ST ઉમેદવારોને વય મર્યાદામાં ૫ વર્ષની છૂટ, OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

પગાર ધોરણ

પોસ્ટપગાર
આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ₹40,000થી ₹1,40,000
જુનિયર એન્જિનિયર(સિવિલ)₹29,600થી ₹1,19,500
જુનિયર એન્જિનિયર(ઈલેટ્રિકલ)₹29,600થી ₹1,19,500
જુનિયર એન્જિનિયર(મિકેનિકલ)₹29,600થી ₹1,19,500
જુનિયર એન્જિનિયર(ઈ એન્ડ સી)₹29,600થી ₹1,19,500
સુપરવાઇઝર(IT)₹29,600થી ₹1,19,500
સિનિયર એકાઉન્ટન્ટ₹29,600થી ₹1,19,500
હિન્દી ટ્રાન્સલેટર₹27,000થી ₹1,05,000

અરજી ફી

ઉમેદવારોએ અરજી ફી તરીકે ઓનલાઈન પણ ચૂકવણી કરવાની રહેશે. સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી ₹ 600 નક્કી કરવામાં આવી છે. SC અને ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોને પણ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે

લેખિત પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પરીક્ષામાં, ઉમેદવારોને લગતા વિષય, સામાન્ય જાગૃતિ અને તર્ક વિષયમાંથી 200 ગુણના બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. ઉપરાંત, પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે એક ચતુર્થાંશ ગુણનું નકારાત્મક ગુણાંકન હશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • NHPC ભરતી 2025 અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ https://www.nhpcindia.com/
  • જ્યાં કરિયર પર ક્લિક કરવું જેથી નોકરીનું પેજ ખુલશે
  • અહીં જઈને ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
Advertisment
કરિયર નોકરી ભરતી સરકારી નોકરી