​NIT Recruitment 2022 : આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના પદો પર ભરતી, અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ માહિતી

NIT Warangal Recruitment 2022 : NIT વારંગલે વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ nitw.ac.in પર જઈને અરજી કરી શકે છે

NIT Warangal Recruitment 2022 : NIT વારંગલે વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ nitw.ac.in પર જઈને અરજી કરી શકે છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
NIT jobs

એનઆઇટીમાં ભરતી

​NIT Recruitment 2022: NIT વારંગલે વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ nitw.ac.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી છે.

કઇ કઇ પોસ્ટમાં ભરતી

આ ભરતી અભિયાન દ્વારા કુલ 100 જગ્યાઓ ભરવાની છે. જેમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓનો સમાવેશ થાય છે. અભિયાન દ્વારા ઇલેક્ટ્રિકલ, ECE, મેટલર્જિકલ, કેમિકલ એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત વગેરે વિભાગોમાં ભરતી કરવાની છે.

લાયકાત

ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી BA/BSc/BCom/B.Tech/BE/ME/MTech/MS/MSc/PG/MA/PhD સંબંધિત વિશેષતામાં હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આ પણ વાંચોઃ-Railway Recruitment 2023: રેલવેમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક, 15 વર્ષના ઉમેદવારો પણ કરી શકે છે અરજી

અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 1,000 ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારો માટે ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-ONGC MRPL Recruitment 2022 : ઓએનજીસીમાં એન્જિનિયરો માટે નોકરીની સુવર્ણ તક, સંપૂર્ણ માહિતી વાંચો

નોટિફિકેશન
પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

Advertisment
નોકરી કરિયર સરકારી નોકરી