NMDC Job 2024: એનએમડીસીમાં જુનિયર ઓફિસરની ભરતી, 1.30 લાખ સુધી પગાર, 10 નવેમ્બર છેલ્લી તારીખ

NMDC Recruitment 2024: એનએમડીસીમાં વિવિધ કેટેગરીમાં 152 જુનિયર ઓફિસરની ભરતી માટે ઓનલાઇન અરજી શરૂ થઇ ગઇ છે. ટ્રેઇનિંગ બાદ ઓફિસરને 1.30 લાખ સુધી પગાર મળશે.

NMDC Recruitment 2024: એનએમડીસીમાં વિવિધ કેટેગરીમાં 152 જુનિયર ઓફિસરની ભરતી માટે ઓનલાઇન અરજી શરૂ થઇ ગઇ છે. ટ્રેઇનિંગ બાદ ઓફિસરને 1.30 લાખ સુધી પગાર મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
NMDC Job 2024 | NMDC Junior Officer Trainee Vacancies Jobs

NMDC Job 2024 Junior Officer Trainee Vacancies: એનએમડીસી દ્વારા કુલ 153 પદો પર જુનિયર ઓફિસર ટ્રેઇનની ભરતી કરવામાં આવશે.

NMDC Job 2024 Junior Officer Trainee Vacancies: ભારત સરકારના સ્ટીલ મંત્રાલયની કંપની નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) લિમિટેડમાં જૂનિયર ઓફિસર (ટ્રેની)ના 153 ભરતી કરવાની ઘોષણા કરવામાં આવી છે. કંપની વિવિધ 10 જેટલી કેટેગરીમાં આ ભરતી કરવાની છે. આ પદ માટે અરજી પ્રકિયા 21 ઓક્ટોબરથી શરૂ થઇ ગઇ છે. જરૂરી લાયકાત સાથે રસ ધરાવતા ઉમેદવારો nmdc.co.in પર આગામી 10 નવેમ્બર, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

એનએમડીસીમાં કુલ 153 જુનિયર ઓફિસર ટ્રેઇનીની ભરતી

એનએમડીસી દ્વારા વિવિધ કેટેગરીમાં કુલ 153 જુનિયર ઓફિસર ટ્રેઇનીની ભરતી કરવાની ઘોષણા કરી છે. જેમા માઈનિંગ કેટેગરીમાં સૌથી વધુ 56 ઓફિસર, ત્યારબાદ ઈલેકક્ટ્રિકલમાં 44 ઓફિસર અને મિકેનિકલમાં 20 ઓફિસરની ભરતી કરવામાં આવશે.

એનએમડીસી જુનિયર ઓફિસર ટ્રેઇની ભરતી

પદ કુલ જગ્યા
કોમર્શિયલ4 પદ
એન્વાર્યમેન્ટ1 પદ
જીયો અને ક્યુસી3 પદ
માઈનિંગ56 પદ
સર્વે9 પદ
કેમિકલ4 પદ
સિવિલ9 પદ
ઇલેક્ટ્રિકલ44 પદ
ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ3 પદ
મિકેનિકલ20 પદ
કુલ153 પદ

એનએમડીસી નોકરી માટે વયમર્યાદા

એનએમડીસીની આ નોકરી માટે ઉમેદવારની ઉંમર 32 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જો કે અનામર વર્ગના ઉમેદવારનો વયમર્યાદામાં નિયમ અનુસાર છુટછાટ આપવામાં આવશે. જેમા એસટી / એસસી કેટેગરીા ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીસી વર્ગના ઉમેદવારને વયમર્યાદામાં 3 વર્ષની છુટછાટ આપવામાં આવશે.

એનએમડીસી ભરતી - અરજી ફી

એનએમડીસીની આ જુનિયર ઓફિસર ટ્રેઇની ભરતી માટે અરજકર્તા એ 250 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે, જે નોન રિફંડેબલ હશે. જો કે એસટી, એસટી, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન હોય તેવા ઉમેદવારોને અરજી ફી ભરવામાં માંથી મૂક્તિ આપવામાં આવી છે.

ઉમેદવારીની પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ઓનલાઇન ટેસ્ટ અને સુપરવાઇઝર સ્કીલ ટેસ્ટ મારફતે કરવામાં આવશે.

એનએમડીસીની આ નોકરી માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

એનએમસીડી ભરતી પગાર ધોરણે

એનએમસીડીની આ 153 જુનિયર ઓફિસર ટ્રેઇનીમાં ડિગ્રી ધારક ઉમેદવારને 12 મહિના અને ડિપ્લોમા ડિગ્રી ધારકને 18 મહિનાની ટ્રેઇનિંગ આપવામાં આવશે. ટ્રેઇનિંગ દરમિયાન ઉમેદવારને 12 મહિના દરમિયાન માસિક 37000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે. તો 12 થી 18 મહિના જુનિયર ઓફિસર ટ્રેઇનીને 38000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ટ્રેઇનીંગ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને 37000 થી 1.30 લાખ રૂપિયા પે સ્કેલ મળશે.

Advertisment
નોકરી કરિયર સરકારી નોકરી