NTPC Recruitment 2024: ધો.10 પાસ ઉમેદવારોને તગડા પગારની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી

NTPC Recruitment 2024 : NTPC દ્વારા કૂલ 144 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 5 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

NTPC Recruitment 2024 : NTPC દ્વારા કૂલ 144 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 5 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
NTPC Recruitment 2024, NTPC bharti 2024

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી photo - X @ntpclimited

NTPC Recruitment 2024 : નોકરીઓ શોધતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ખાસ કરીને ધોરણ 10 પાસ ઉમેદવારોને સારા પગારની નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડે વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. NTPC દ્વારા કૂલ 144 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 5 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી માટે વિવિધો પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી ફી જેવી વિવિધ પ્રકારની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

NTPC Recruitment 2024 અંગે મહત્વની માહિતી

સંસ્થાનેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા144
વય મર્યાદા18થી 30
અરજી ફી₹ 300
છેલ્લી તારીખ8 ઓગસ્ટ 2024
વેબસાઈટntpc.co.in.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડે ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
માઇનિંગ ઓવરમેન67
મેગેઝિન ઈન્ચાર્જ9
મિકેનિકલ સુપરવાઈઝર28
ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર26
વ્યવસાયિક તાલીમ પ્રશિક્ષક8
જુનિયર ખાણ સર્વેયર3
ખાણકામ સરદાર3
કુલ પોસ્ટની સંખ્યા144

NTPC ભરતી માટે શૈક્ષણિક લાયકાત

માઇનિંગ ઓવરમેન:

ઉમેદવારે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે માઇનિંગ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ. જો કે, SC/ST માટે માત્ર પાસિંગ માર્કસ જરૂરી છે. ડીજીએમએસ માન્યતા પ્રાપ્ત સંસ્થાનું ફર્સ્ટ એઇડ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

મેગેઝીન ઈન્ચાર્જ:

ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ.

મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર:

મિકેનિકલ/પ્રોડક્શન/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.

વ્યવસાયિક તાલીમ નિરીક્ષક:

માઇનિંગ/ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.

જુનિયર ખાણ સર્વેયર:

ખાણ સર્વે/માઇનિંગ/સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.

ખાણકામ સરદાર:

ઉમેદવારે 10 પાસ કરેલું હોવું જોઈએ.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડે ભરતી પગાર ધોરણ

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડે દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે પગાર ધોરણની વાત કરીએ તો માઇનિંગ ઓવરમેન, મેગેઝિન ઇન્ચાર્જ, મિકેનિક સુપરવાઇઝર, ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર, વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર અને જુનિયર માઇનિંગ સર્વેયરની જગ્યાઓ માટેનો પગાર દર મહિને ₹50000 છે. જ્યારે માઇનિંગ સરદાર પોસ્ટનો પગાર દર મહિને ₹40000 છે.

એનટીપીસી ભરતી માટે અરજી ફી

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ ₹ 300 ની ફી ચૂકવવી પડશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવાની નથી.

નોટિફિકેશન

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી માટે વિવિધો પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી ફી જેવી વિવિધ પ્રકારની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચો

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?

NTPCની આ જગ્યાઓ પર પસંદગી માટે ઉમેદવારોએ વિવિધ સ્તરની પરીક્ષાઓમાં હાજર રહેવું પડશે. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી પ્રથમ તબક્કામાં લેવામાં આવશે. જેઓ તેમાં પાસ થશે તેમની સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્રીજા અને ચોથા તબક્કામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસ કરવામાં આવશે. તમામ તબક્કામાં પાસ થનાર ઉમેદવારોની પસંદગી અંતિમ ગણાશે.

Advertisment
નોકરી કરિયર સરકારી નોકરી