Ojas GPSC Bharti 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025: ગુજરાતમાં એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 518 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ ભરતી અંતર્ગત ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ની કુલ 11 જગ્યાઓ ભરવાની છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મોટર વાહન નિરીક્ષક વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
ઓજસ ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિભાગ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ પોસ્ટ મોટર વાહન નિરીક્ષક વર્ગ-2 જગ્યા 11 વય મર્યાદા 20વર્ષથી 35 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 9-7-2025 ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in/
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા માત્ર દિવ્યાંગ ઉમેદવરો માટે બંદરો અને વાહન વ્યવહાર વિભા હસ્તકની મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ની કુલ 11 જગ્યાઓ બહાર પાડી છે. દિવ્યાંગ ઉમેદવારોએ કઈ કેટેગરીની દિવ્યાંગતા ધરાવે છે અને તેના આધારે અરજી કરવા પાત્ર રહેશે. માટે વધારે માહિતી માટે આ લેખમાં આવેલું નોટિફિકેશન વાંચવું.
GPSC ભરતી 2025, શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવવી.
- ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ
- હિન્દી અને ગુજરાત અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
વય મર્યાદા
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મોટર વાહન નિરીક્ષક વર્ગ-2 પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ 8 પ્રમાણે ₹ 44,900થી ₹ 1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન – PDF
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે પહેલા https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
- અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ દેખાશે.
- જેતે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય પર ક્લિક કરવું
- અહીં માંગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમીટ કરવું
- અરજી અંતિમ સબમિટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.