GPSC AE Bharti 2025: ગુજરાત સરકારના આ વિભાગમાં વર્ગ-2 અધિકારી બનવાની તક, ₹ 1.42 લાખ સુધી પગાર

GPSC આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઈજનેર, વિદ્યુત વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : July 02, 2025 13:07 IST
GPSC AE Bharti 2025: ગુજરાત સરકારના આ વિભાગમાં વર્ગ-2 અધિકારી બનવાની તક, ₹ 1.42 લાખ સુધી પગાર
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર - photo - X @GPSC_OFFICIAL

GPSC New Recruitment 2025 | GPSC Assistant Engineer, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં 500થી વધારે જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર (વિદ્યુત), સામાન્ય રાજ્ય સેવા વર્ગ-2ની કૂલ 139 જગ્યાઓ ભરવાની છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઈજનેર, વિદ્યુત વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ઓજસ ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગમાર્ગ અને મકાન વિભાગ
પોસ્ટમદદનીશ ઈજનેર, વિદ્યુત વર્ગ-2
જગ્યા139
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ9-7-2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરી જગ્યા
બિન અનામત54
આર્થિક રીતે નબળા વર્ગો13
સા.અને શૈ.પ.વર્ગ40
અનુસૂચત જનજાતિ10
અનુસૂચિત જનજાતિ22
કુલ139

GPSC ભરતી 2025, શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રિકલ) અથવા ટેકનોલોજી (ઇલેક્ટ્રિકલ) માં સ્નાતકની ડિગ્રી અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવવી.
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ
  • હિન્દી અને ગુજરાત અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઈજનેર વિદ્યુત પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ 8 પ્રમાણે ₹ 44,900થી ₹ 1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન – PDF

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે પહેલા https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  • અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ દેખાશે.
  • જેતે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય પર ક્લિક કરવું
  • અહીં માંગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમીટ કરવું
  • અરજી અંતિમ સબમિટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ