Ojas New Bharti 2025: ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક તક, પોસ્ટ, પગારથી લઈને બધી જ માહિતી અહીં વાંચો

ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મત્સ્ય અધિકારી પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : July 01, 2025 13:30 IST
Ojas New Bharti 2025: ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક તક, પોસ્ટ, પગારથી લઈને બધી જ માહિતી અહીં વાંચો
GSSSB ojas Bharti 2025 | ઓજસ નવી ભરતી 2025 - photo-X @GSSSB

Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમદેવારો માટે અત્યારે સુવર્ણ સમય ચાલી રહ્યો છે. વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીનો વધુ એક દરવાજો ખોલ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્ર હેઠળના ખાતામાં મત્સ્ય અધિકારી (સામાન્ય) પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ કૂલ 94 જગ્યા ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મત્સ્ય અધિકારી પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ઓજસ નવી ભરતી 2025 અંગેની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગકૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
પોસ્ટમત્સ્ય અધિકારી (સામાન્ય), વર્ગ-3
જગ્યા94
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 35
અરજી કરવાની છેલ્લી તારીખ15-7-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્ર હેઠળના ખાતામાં મત્સ્ય અધિકારી (સામાન્ય) પોસ્ટની કુલ 94 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. વિગેત માહિતી કોષ્ટકમાં છે.

કેટેગરીજગ્યા
સામાન્ય42
આર્થિક રીતે નબળા વર્ગ9
અનુ.જાતિ5
અનુ.જન જાતિ14
સા.શૈ.પ.વર્ગ24
કુલ94

Ojas Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી માછીમારી વિજ્ઞાન અથવા પ્રાણીશાસ્ત્ર અથવા સૂક્ષ્મજીવવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.

ઓજસ નવી ભરતી 2025, વય મર્યાદા

GSSSB ભરતી 2025 અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

Gujarat bharti 2025 માટે પગાર ધોરણ

આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ મહિનો ₹40,800 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષ કારક કામગીરી જણાય તો સાતમા પગાર પંચના લેવલ-6 પ્રમાણે ₹35,400- ₹1,12,400 ના નિયમિત પગારમાં નિમણૂંક આપવામાં આવશે.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ