Ojas GSSSB Recruitment 2025 Last Date to Apply, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારની નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે આગામી 30 જૂન 2025 સુધીના દિવસો મહત્વના ગણાશે. કારણ કે આ ચાર દિવસોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાલતી ભરતીની અરજી પ્રક્રિયાઓ બંધ થવા જઈ રહી છે. અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 8 પોસ્ટ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે આગામી 30 જૂન 2025ના દિવસે પુરી થશે. એટલે કે આજે ગુરુવાથી ચાર દિવસ સુધી અલગ અલગ ભરતીની અરજી પ્રક્રિયા માટે છેલ્લી તારીખ રહેશે. ચાલો જાણીએ કયા દિવસે કઈ અરજી પ્રક્રિયા બંધ થશે.
GSSSB Bharti 2025: આસિસ્ટન્ટ (લેબ) વર્ગ-3 ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના નિયંત્ર હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તક આસિસ્ટન્ટ, લેબ વર્ગ-3ની એક જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે 26 જૂન 2025 રાત્રના 11.59 વાગ્યા સુધી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, માઈન્સ સુપરવાઈઝ વર્ગ-3 નોકરી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નરની કચેરી હસ્તક માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3ની કુલ 6 જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા આજે ગુરુવારે 26 જૂન 2025, રાત્રે 11.59 કલાકે બંધ થશે.
Gujarat Bharti 2025 : સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ, વર્ગ-3 ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના નિયમંત્ર હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તક સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ, વર્ગ-3 સંવર્ગની કુલ -1 જગ્યા માટેની ભરતી માટે અરજી પ્રક્રિયા આજે 26 જૂન 2025, રાત્રે 11.59 વાગ્યે બંધ થનારી છે.
Gujarat Government jobs : આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 નોકરી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર વર્ગ-3ની કુલ 100 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામા આવી હતી. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 27 જૂન 2025, શુક્રવારે રાત્રે 11.59 વાગ્યે બંધ થશે.
Sarkari Naukari 2025 : સર્વેયર, વર્ગ-3 નોકરી
GSSSB દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નરની કચેરી હસ્તકના સર્વેયર વર્ગ-3ની ભરતી બહાર પાડી હતી. આ પોસ્ટની કુલ 3 જગ્યાઓ માટે અત્યારે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે 30 જૂન 2025ના રોજ રાત્રે 11.59 વાગ્યે બંધ થશે.
Ojas bharti 2025, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 નોકરી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન અને પર્યાવરણ વિભાગના હસ્તકની સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3ની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ પોસ્ટની કુલ 105 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ અરજી પ્રક્રિયા 30 જૂન 2025 રાતના 11.59 વાગ્યા સુધી ચાલશે.
GSSSB Bharti 2025 : અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 નોકરી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3ની કુલ 824 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાની ઓનલાઈન પ્રક્રિયા 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી હતી.જોકે, હવે 30 જૂન 2025, રાત્રે 11.59 વાગ્યે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ થશે.
GSSSB recruitment 2025, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-3
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના હસ્તકના વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની કુલ 513 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે 30 જૂન 2025 રાત્રે 11.59 વાગ્યે બંધ થશે.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉલ્લેખનીય છે કે સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોએ હજી પણ આ ભરતી માટે અરજી કરવાની બાકી હોય તો છેલ્લી તારીખ પહેલા ફટાફટ અરજી કરી દો. નહીં તો સરકારી નોકરી મેળવવાની તક હાથમાંથી સરકી જશે.