ઓજસ નવી ભરતી 2025 : ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની વધુ એક સુવર્ણ તક

ojas Bharti 2025: ઓજસ નવી ભરતી 2025માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

ojas Bharti 2025: ઓજસ નવી ભરતી 2025માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSSSB ojas Bharti 2025 | ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી- photo- freepik

Ojas bharti 2025, ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝૂંબેશ શરુ કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારના વિવિધ વિભાગો માટે અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. GSSSB એ કુલ 62 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટવિવિધ
જગ્યા62
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખવિવિધ
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ઓજસ નવી ભરતી 2025, પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવધ ખાતાના વડાઓની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળના તાંત્રિક સંવર્ગોની નીચે આપેલી જગ્યાઓ ભરવાની છે.

પોસ્ટજગ્યા
આસીસ્ટન્ટ (લેબ)1
માઈન્સ સુપરવાઈઝર6
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ1
જુનિયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ54

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થાએ બહાર પાડેલી વિવિધ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાત કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટની મુલાકાત લેવી.

GSSSB Recruitment 2025, Government job
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo - X @GSSSB_OFFICIAL

ભરતી અંગેની મહત્વની તારીખો

પોસ્ટઅરજી કરવાની શરુઆતની તારીખઅરજી કરવાની છેલ્લી તારીખ
આસીસ્ટન્ટ (લેબ)19-6-202526-6-2025
માઈન્સ સુપરવાઈઝર19-6-202526-6-2025
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ19-6-202526-6-2025
જુનિયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ01-07-202515-7-2025

પગાર ધોરણ

GSSSB ની દિવ્યાંગ માટે ખાસ ઝુંબેશ અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ પગાર ધોરણની જોગવાઈઓ છે. જેથી વધારે માહિતી માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી