/indian-express-gujarati/media/media_files/2026/01/05/gujarat-government-jobs-2026-01-05-11-32-00.jpg)
ગુજરાત સરકાર નોકરીઓ Photograph: (freepik)
Ojas GPSC recruitment 2026, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2026 : ગુજરાતમાં શિક્ષણ સેવામાં નોકરી મળવવા ઈચ્છા ઉમદેવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2ની ભરતી બહાર પાડી હતી. કુલ 128 જગ્યાઓ માટે 13 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ હતી. જોકે, GPSC દ્વારા ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2ની 128 જગ્યાઓ માટે ફરીથી અરજી પ્રક્રિયા શરુ કરી છે.
આ માટે ગુજરાત જાહેર સેવા આયોગે નોટિફિકેશન જાહેર કર્યું છે. જીપીએસસી પ્રમાણે 3 જાન્યુઆરી 2026થી લઈને 10 જાન્યુઆરી 2026 સુધીમાં ઉમદેવારો ઓનલાઈન અરજી કરી શકશે.
GPSC ભરતી 2026ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| વિભાગ | શિક્ષણ વિભાગ |
| પોસ્ટ | ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 |
| જગ્યા | 128 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | મહત્તમ 42 વર્ષ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-1-2026 |
| ક્યાં અજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત શિક્ષણ સેવા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 71 |
| આર્થિક રીતે નબળા વર્ગ | 12 |
| સા.શૈ.પ.વર્ગ | 17 |
| અનુ.જાતિ | 7 |
| અનુ. જન જાતિ | 21 |
| કુલ | 128 |
GPSC ભરતી 2026, શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ ટિચિંગ અથવા શિક્ષણમાં ડિગ્રી હોવી જોઈએ
- કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમય હોવી જોઈએ
- હિન્દી અને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
અનુભવ
શિક્ષણમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, સરકારી, સ્થાનિક સંસ્થાઓ, યુનિવર્સિટી અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રના સ્વ-નાણાકીય, શૈક્ષણિક સંગઠન અથવા શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ અને/અથવા વહીવટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો સંયુક્ત અથવા અલગ અનુભવ હોવો જોઈએ. જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયક શિક્ષક, વર્ગ III, અથવા સરકારી માધ્યમિક શાળા અથવા કેળવણી નિરીક્ષક અથવા વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અથવા પ્રાથમિક શિક્ષણ સેવામાં સહાયક શિક્ષક, વર્ગ III, ની પદની સમકક્ષ ગણી શકાય.
GPSC bharti 2026, વય મર્યાદા
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પગાર ધોરણ
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 માટે પસંદ પામેલા ઉમદેવારોને પે મેટ્રીક્સ લેવલ 8 પ્રમાણે ₹44,900- ₹1,42,400 સુધી પગાર મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ-2026માં સરકારી નોકરીઓ માટે તૈયાર રહો, રેલવે, બેંકો, UPSC સહિત આ સરકારી ભરતીઓ થઈ શકે છે જાહેર
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GPSC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us