Ojas GPSC Manager Bharti 2025: ગુજરાત સરકારની નોકરીનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની મેનેજર ગ્રેડ-1 સામાન્ય સેવા, વર્ગ-2ની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત મેનેજર, ગ્રેડ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ગુજરાત ઓજસ નવી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિભગા માર્ગ અને મકાન વિભાગ પોસ્ટ મેનેજર ગ્રેડ-1, વર્ગ-2 ઉમેદવાર દિવ્યાંગો જગયા 1 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 17-10-2025 ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in
GPSC ભરતી 2025 પોસ્ટની વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની મેનેજર ગ્રેડ-1 સામાન્ય સેવા, વર્ગ-2ની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની એક જગ્યા ઉપર દિવ્યાંગ ઉમેદવાર પસંદ કરવાના છે. આ ભરતી દિવ્યાંગ ઉમેદવાર માટે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- નેશનલ કાઉન્સિલ ઓફ હોટેલ મેનેજમેન્ટમાંથી મેળવેલી હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગની પદવી
- અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત ધાવતો હોવો જોઈએ.
- કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
પગાર ધોરણ
મેનેજર ગ્રેડ-1, વર્ગ-2 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પે મેટ્રીક્સ લેવલ-8 મુજબ ₹44,900 થી ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગની સત્તાવાર https://gpsc.gujarat.gov.in/ વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે.ભરતી વિભાગમાં સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.હવે તમારી મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.તમારા નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો અને બધી જરૂરી માહિતી કાળજીપૂર્વક પગલું દ્વારા પગલું ભરો.તમારા ફોટો અને સહી જેવા જરૂરી દસ્તાવેજો યોગ્ય કદમાં અપલોડ કરો.તમારી શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો અને અંતે ફોર્મ સબમિટ કરો.