Ojas new bharti 2025 : ગુજરાત સરકારમાં વહીવટી અધિકારી બનવાની સુવર્ણ તક, કેટલો મળશે પગાર?

GPSC Gujarat Administrative Officer Recruitment 2025 : ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

GPSC Gujarat Administrative Officer Recruitment 2025 : ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat jobs| Gujarat bharti 2025

ગુજરાતમાં નોકરીઓ - Photo-freepik

Ojas GPSC recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025 : ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે નોકરીના વધુ એક દ્વાર ખુલ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટની ભરતી જાહેર કરી છે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં વહીવટીઅધિકારી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2 પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Gujarat Ojas new Bharti માટેની મહત્વની વિગતો

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટવહીવટી અધિકારી, સામાન્ય રાજ્યા સેવા, વર્ગ-2
જગ્યા20
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ13-12-2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત ઓજસ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
સામાન્ય10
આર્થિક રીતે નબળા વર્ગ1
સા.શૈ.પ.વર્ગ5
અનુ. જાતિ1
અનુ.જન જાતિ3
કુલ20
Advertisment

GPSC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ
  • સરકાર માન્ય કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત હોવી જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમય હોવી જોઈએ
  • હિન્દી અને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

અનુભવ

સરકારી/સ્થાનિક સંસ્થાઓ/સરકારી ઉપક્રમ/બોર્ડ/નિગમ/મર્યાદિત કંપનીમાં અથવા યુનિવર્સિટીમાં એવી પોસ્ટ પર વહીવટનો લગભગ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ જે આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી કમિશનરેટ હેઠળ ગૌણ સેવાઓમાં મુખ્ય કારકુન, વર્ગ III ના હોદ્દાથી નીચે ન હોય તેવા હોદ્દાની સમકક્ષ ગણી શકાય.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી વય મર્યાદા

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આરોગ્ય વિભાગમાં વહીવટી અધિકારી વર્ગ-2 માટે પસંદ પામેલા ઉમદેવારોને પે મેટ્રીક્સ લેવલ 8 પ્રમાણે ₹44,900- ₹1,42,400 સુધી પગાર મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GPSC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી