Ojas GPSC recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025 : ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટની ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગમાં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ની પોસ્ટ ઉપર લાયક ઉમદેવારો પસંદ કરવા માટે GPSC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ઓજસ નવી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિભાગ શિક્ષણ વિભાગ પોસ્ટ ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 જગ્યા 128 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા મહત્તમ 42 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખ 13-12-2025 અરજી કરવાની છેલ્લી તારીખ https://ojas.gujarat.gov.in/
GPSC ભરતી 2025, શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ ટિચિંગ અથવા શિક્ષણમાં ડિગ્રી હોવી જોઈએ
- કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમય હોવી જોઈએ
- હિન્દી અને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
અનુભવ
શિક્ષણમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, સરકારી, સ્થાનિક સંસ્થાઓ, યુનિવર્સિટી અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રના સ્વ-નાણાકીય, શૈક્ષણિક સંગઠન અથવા શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ અને/અથવા વહીવટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો સંયુક્ત અથવા અલગ અનુભવ હોવો જોઈએ. જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયક શિક્ષક, વર્ગ III, અથવા સરકારી માધ્યમિક શાળા અથવા કેળવણી નિરીક્ષક અથવા વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અથવા પ્રાથમિક શિક્ષણ સેવામાં સહાયક શિક્ષક, વર્ગ III, ની પદની સમકક્ષ ગણી શકાય.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી વય મર્યાદા
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 માટે પસંદ પામેલા ઉમદેવારોને પે મેટ્રીક્સ લેવલ 8 પ્રમાણે ₹44,900- ₹1,42,400 સુધી પગાર મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GPSC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી





