/indian-express-gujarati/media/media_files/2026/02/04/gujarat-government-jobs-2026-02-04-11-30-40.jpg)
ગુજરાત મહાનગરપાલિકા નોકરીઓ Photograph: (canva + X)
Ojas GPSC bharti 2026, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરીઓ શોધી રહેલા એન્જીનિયર સહિતના ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યની નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે GPSC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અંતિમ તારીખો સહિતની મહત્વની માહિતી આ લેખ વાંચવો.
ઓજસ નવી ભરતી અંતર્ગત મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Bharti 2026) |
| વિભાગ | નવી બનાવેલી મહાનગરપાલિકાઓ |
| પોસ્ટ | વિવિધ ઈજનેર, મેડિકલ ઓફિસર, પશુ ચિકિત્સક, સેનીટેશન ઓપિસર |
| જગ્યા | 202 |
| વય મર્યાદા મહત્તમ 42 વર્ષ | |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2026 |
| ક્યાં અરજી કરવી? | https://gpsc-ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી
| પોસ્ટ | જગ્યા |
| મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, વર્ગ-1 | 9 |
| અધિક સીટી ઈજનેર સિવિલ,વર્ગ-1 | 8 |
| ટાઉન પ્લાનર, વર્ગ-1 | 7 |
| તબીબી અધિકારી, વર્ગ-2 | 17 |
| મદદનીશ ઈજનેર વિદ્યુત, વર્ગ-2 | 19 |
| મદદનીશ ઈજનેર સિવિલ, વર્ગ-2 | 49 |
| મદદનીશ ઈજનેર યાંત્રિક, વર્ગ-2 | 19 |
| નાયબ કાર્યપાલક ઈજનેર સિવિલ, વર્ગ-2 | 26 |
| નાયબ કાર્યપાલક ઈજનેર વિદ્યુત, વર્ગ-2 | 9 |
| નાયબ કાર્યપાલક ઈજનેર યાંત્રિક, વર્ગ-2 | 9 |
| સેનીટેશન ઓફિસર, વર્ગ-2 | 11 |
| પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 | 11 |
| જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2 | 10 |
| કુલ | 202 |
કઈ કઈ મહાનગરપાલિકા ભરતી થવાની છે?
- ગાંધીધામ
- મહેસાણા
- મોરબી
- નડિયાદ
- નવસારી
- પોરબદંર
- સુરેન્દ્રનગર
- વાપી
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. આ ભરતીમાં એન્જીનિયરિંગ, મેડિકલનો અભ્યાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. માટે જે તે પોસ્ટની વિગતવાર શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી.
પગાર ધોરણ
GPSC ભરતી 2026 પસંદ પામેલા ઉમેદવારોને નીચે જણાવ્યા પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે
| પોસ્ટ | પગાર |
| મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, વર્ગ-1 | ₹67,700-₹2,08,700 |
| અધિક સીટી ઈજનેર સિવિલ,વર્ગ-1 | ₹56,100-₹1,77,500 |
| ટાઉન પ્લાનર, વર્ગ-1 | ₹56,100-₹1,77,500 |
| તબીબી અધિકારી, વર્ગ-2 | ₹53,100-₹1,67,800 |
| મદદનીશ ઈજનેર વિદ્યુત, વર્ગ-2 | ₹44,900-₹1,42,400 |
| મદદનીશ ઈજનેર સિવિલ, વર્ગ-2 | ₹44,900-₹1,42,400 |
| મદદનીશ ઈજનેર યાંત્રિક, વર્ગ-2 | ₹44,900-₹1,42,400 |
| નાયબ કાર્યપાલક ઈજનેર સિવિલ, વર્ગ-2 | ₹53,100-₹1,67,800 |
| નાયબ કાર્યપાલક ઈજનેર વિદ્યુત, વર્ગ-2 | ₹53,100-₹1,67,800 |
| નાયબ કાર્યપાલક ઈજનેર યાંત્રિક, વર્ગ-2 | ₹53,100-₹1,67,800 |
| સેનીટેશન ઓફિસર, વર્ગ-2 | ₹44,900-₹1,42,400 |
| પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 | ₹44,900-₹1,42,400 |
| જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2 | ₹53,100-₹1,67,800 |
વય મર્યાદા
ઓજસ નવી ભરતી અંતર્ગત આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા મહત્તમ 42 વર્ષ રાખવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- GPSC bharti 2026: ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી બનવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ભરતી જાહેરાતની પીડીએફ
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us