Ojas GSRTC Bharti 2025 : ધો. 12 પાસ માટે ગુજરાત ST માં નોકરી મળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી

GSRTC conductor Bharti 2025: GSRTC ભરતી 2025 અંતર્ગત કંડક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : September 18, 2025 12:24 IST
Ojas GSRTC Bharti 2025 : ધો. 12 પાસ માટે ગુજરાત ST માં નોકરી મળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી
ઓજસ ગુજરાત એસટી કંડક્ટર ભરતી - photo- X

Ojas GSRTC conductor Recruitment 2025, GSRTC ભરતી 2025: ગુજરાત એસટીમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓ ભરવા માટે ખાસ ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કંડક્ટર કક્ષાની કૂલ 571 જગ્યાઓ ભરવા માટે GSRTC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GSRTC ભરતી 2025 અંતર્ગત કંડક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ojas GSRTC Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)
પોસ્ટકંડક્ટર
જગ્યા571
વય મર્યાદા18થી 33 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ1-10-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSRTC ભરતી 2025 પોસ્ટની વિગતો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કંડક્ટર કક્ષાના દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી (ફીક્સ પગાર) અન્વયે પસંદગીયાદી-પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.

Gujarat ST ભરતી 2025, શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત એસટી ભરતી અંતર્ગત કંડક્ટરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ હોવી જોઈએ.
  • આ ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરથી મળેલા કંડક્ટર લાઈસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.

પગાર ધોરણ

  • પસંદગી પામનાર ઉમેદારોને કંડક્ટર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક ₹26,000 ફિક્સ પગારથી કરાર આધારીત નિમણૂક અપાશે.
  • ઉમેદવારો નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં.
  • પાંચ વર્ષની સેવા સંતોષકારક રીતે પુરી થયેલી કંડક્ટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. તમામ પ્રકારની છુટછાટ સહિત 45 વર્ષ હોવી જોઈએ.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ