Ojas Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે બંપર ભરતી, પોસ્ટ, પગાર સહિતની બધી માહિતી અહીં વાંચો

Ojas GSSSB Recruitment 2025 in gujarati: ઓજસ નવી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ojas GSSSB Recruitment 2025 in gujarati: ઓજસ નવી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Government jobs

ગુજરાત સરકાર નોકરી - Photo- freepik

Ojas GSSSB Recruitment 2025, ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 : ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણાં વિભાગના નિયંત્ર હેઠળના ખાતાના વડા નિયામક હિસાબ અને તિજોરીની કચેરીમાં પેટા હિસાબનીશ/સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધીક્ષકની વર્ગ-3ની પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી અંતર્ગત લાયક ઉમેદવારો પસંદગ કરવા માટે GSSSBએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ઓજસ નવી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ઓજસ નવી ભરતી 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગનાણાં વિભાગ
પોસ્ટપેટા હિસાબનીશ/સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધીક્ષક
જગ્યા426
વય મર્યાદા20થી 35 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ17-11-2025
અરજી કરવાની છેલ્લી તારીખ30-10-2025
ક્યાં અરજી કરવીhttps://gsssb.gujarat.gov.in/

GSSSB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટબિનઅનામતઆર્થિક રીતે નબળા વર્ગસા.શૈ.પ.વર્ગઅનુ.જાતિઅનુ.જનજાતીકૂલ
પેટા હિસાબનીશ/સબ ઓડિટર, વર્ગ-313032811662321
હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધીક્ષક,વર્ગ-3441027816105
કુલ426
Advertisment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતક અથવા વાણિજ્યમાં સ્નાતક અથવા વિજ્ઞાનમાં સ્નાતક (ગણિત/આંકડાશાસ્ત્ર) અથવા કલામાં સ્નાતક (આંકડા/અર્થશાસ્ત્ર/ગણિત)) ની ડિગ્રી.
  • કમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી
  • ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતું જ્ઞાન

ઓજસ GSSSB ભરતી અંતર્ગત વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટપ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારપાંચ વર્ષ પછી પગાર ધોરણ
પેટા હિસાબનીશ/સબ ઓડિટર, વર્ગ-3₹26,000₹25,500-₹81,100 લેવલ-4
હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધીક્ષક,વર્ગ-3₹49,600₹39,900-₹1,26,600 લેવલ-7

નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી