/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Gujarat-jobs.jpg)
ગુજરાતમાં નોકરીઓ - Photo-freepik
GSSSB Library Clerk Recruitment 2025, ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 : ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે વધુ એક તક આવી ગઈ છે. સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમદેવારો માટે નવા દ્વાર ખુલી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથાલય કારકૂન, વર્ગ-3 સંવર્ગની કૂલ 86 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગ્રંથાલય કારકૂન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ojas new Bharti ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ |
| પોસ્ટ | ગ્રંથાલય કારકૂન(લાઈબ્રેરી ક્લાર્ક) |
| જગ્યા | 86 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 18થી 35 વર્ષ |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 16-12-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30-12-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ઓજસ GSSSB ભરતી પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 38 |
| આર્થિક રીતે નબળા વર્ગ | 8 |
| અનુ. જાતિ | 5 |
| અનુ.જન જાતિ | 12 |
| સા.શૈ.પ.વર્ગ | 23 |
| કુલ | 86 |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અથવા પુસ્તકાલય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતું હોવું જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.
પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગ્રંથાલય કારકૂન(લાઈબ્રેરી ક્લાર્ક) પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹ 26,000 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા ઉમેદવારોને સાતમા પગાર પંચના લેવલ-2 પ્રમાણે ₹19,900થી ₹63,200 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે.
વય મર્યાદા
- ઓજસ સરકારી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- અનામત વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us