Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
કરિયર ગુજરાત

Ojas New Bharti : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹49,600 પગાર

Ojas gsssb bharti 2025 : ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written byAnkit Patel

Ojas gsssb bharti 2025 : ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
27 Nov 2025 14:35 IST
પર અપડેટ કર્યું 27 Nov 2025 14:35 IST

Follow Us

New Update
AMC Recruitmebt 2025| અમદાવાદ મહાનગરપાલિકા ભરતી | Gujarat Bharti 2025

AMC Recruitmebt 2025| અમદાવાદ મહાનગરપાલિકા ભરતી - photo- freepik

Ojas gsssb recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સારા સમાચાર લઈને આવ્યું છે. GSSSB એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના મેડીકલ સોશિયલ વર્કર, વર્ગ-3 પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ojas New Bharti ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
પોસ્ટમેડીકલ સોશિયલ વર્કર, વર્ગ-3
જગ્યા46
વય મર્યાદા18થી 37 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ5-12-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSSSB Bharti 2025, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
બિન અનામત20
આર્થિક રીતે નબળા વર્ગ4
અનુ. જાતિ3
અનુ.જન જાતિ7
સા.શૈ.પ.વર્ગ12
કુલ46
Advertisment

મેડીકલ સોશિયલ વર્કર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી મેળવેલ માસ્ટર ઓફ સોશિયલ વર્ક (મનોચિકિત્સા) અથવા માસ્ટર ઓફ સોશિયલ વર્ક અથવા માસ્ટર ઓફ આર્ટ્સ ઇન સોશિયલ વર્ક ડિગ્રી
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

મેડીકલ સોશિયલ વર્કર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક સંબંધિત કચેરીમાં સાતમાં પગાર પંચના ₹39,900થી ₹1,26,600ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર બનશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

GSSSB medical social worker bharti notificationDownload

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!