Ojas New Bharti : ગુજરાત સરકારમાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર બનવાની સુવર્ણ તક, પગાર, લાયકાત સહિતની માહિતી અહીં વાંચો

GSSSB Royalty Inspector Bharti 2025: ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

GSSSB Royalty Inspector Bharti 2025: ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ojas GSSSB Recruitment 2025

ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી- photo- X @GSSSB

Ojas gsssb recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના બુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરી હસ્તકની રોયલ્ટી ઈન્સ્પેક્ટર, વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની કુલ 29 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ojas New Bharti ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઉદ્યોગ અને ખાણ વિભાગ
પોસ્ટરોયલ્ટી ઈન્સ્પેક્ટર, વર્ગ-3
જગ્યા29
વય મર્યાદા18થી 37 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ9-12-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSSSB Bharti 2025, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
બિન અનામત12
આર્થિક રીતે નબળા વર્ગ2
અનુ.જાતિ0
સા.શૈ.પ.વર્ગ7
કુલ29

રોયલ્ટી ઈન્સ્પેક્ટર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન
Advertisment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

રોયલ્ટી ઈન્સ્પેક્ટર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક સંબંધિત કચેરીમાં સાતમાં પગાર પંચના ₹39,900થી ₹1,26,600ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર બનશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર સરકારી નોકરી