Ojas Bharti 2025 : શું તમારે પણ ગુજરાત સરકારની આ નોકરીઓ માટે અરજી કરવાની બાકી છે? આજે છે છેલ્લી તારીખ

Ojas GSSSB Bharti 2025 online apply last date : GSSSBની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આજે 30 જૂન 2025, રાત્રે 11.59 વાગ્યે બંધ થશે. જો કોઈ ઉમેદવાર હજી પણ અરજી કરવા માંગતા હોવ તો આજે જ અરજી કરી દો.

Written by Ankit Patel
Updated : June 30, 2025 11:28 IST
Ojas Bharti 2025 : શું તમારે પણ ગુજરાત સરકારની આ નોકરીઓ માટે અરજી કરવાની બાકી છે? આજે છે છેલ્લી તારીખ
જરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ - photo- Social media

Ojas GSSSB Bharti 2025 : ગુજરાત સરકારની વિવિધ વિભાગમાં સરકારી નોકરીનું સપનું જોઈ રહેલા ઉમેદવારોએ હજી સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરી નથી તો આજે જ કરી દો. કારણ કે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ચાર પોસ્ટ માટેની અરજી પ્રક્રિયા બંધ થવા જઈ રહી છે. GSSSBની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આજે 30 જૂન 2025, રાત્રે 11.59 વાગ્યે બંધ થશે. જો કોઈ ઉમેદવાર હજી પણ અરજી કરવા માંગતા હોવ તો આજે જ અરજી કરી દો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ ચાર પોસ્ટની કુલ મળીને 1445 જગ્યાઓ માટે આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે.

પોસ્ટજગ્યા
સર્વેયર, વર્ગ-33
સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3105
અધિક મદદનીશ ઈજનેર(સિવિલ), વર્ગ-3824
વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3513
કુલ1445

GSSSB ભરતી 2025, સર્વેયર, વર્ગ-3

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠલના ખાતાના વડા કમિશનર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નરની કચેરી હસ્તકના સર્વેયર, વર્ગ-3 સંવર્ગની કુલ 03 જગ્યાઓ બહાર પાડી હતી. આ ભરતી માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા આજે 30 જૂન 2025ના રોજ રાત્રે 11.59 વાગ્યે પુરી થશે.

GSSSB Bharti 2025, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3

વન અને પર્યાવરણ વિભાગના હસ્તકના સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3ની કુલ 105 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમદેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજે 30 જૂન 2025ના રોજ રાત્રે 23.59 વાગ્યે બંધ થશે.

ઓજસ ભરતી 2025, અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના હસ્તકના અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કુલ 824 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ અરજી પ્રક્રિયા આજે 30 જૂન 2025, રાત્રે 12 વાગ્યે બંધ થઈ જશે.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

Ojas Bharti 2025, વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેરતરમાં જાહેર કરેલી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3ની કુલ 513 જગ્યાઓની આજે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે. આજે 30 જૂન 2025, રાત્રે 11.59 વાગ્યે અરજી પ્રક્રિયા બંધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ