Ojas New bharti 2025 : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નર્સ બનવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

Ojas GSSSB Nurse Recruitment 2025 : ઓજસ ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Ojas GSSSB Nurse Recruitment 2025 : ઓજસ ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ojas GSSSB Nurse Recruitment 2025 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, નર્સ નોકરી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, નર્સ નોકરી - photo-X @GSSSB

Ojas GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં રહેતા અને સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વડા અધિક નિયામક, તબીબી સેવા, કચેરી હસ્તકના નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી વર્ગ-3 સંવર્ગની 16 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ઓજસ ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

ઓજસ નવી ભરતી ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટનર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી, વર્ગ-3
જગ્યા16
વય મર્યાદા18થી 40 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ30-10-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSSSB Bharti 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વડા અધિક નિયામક, તબીબી સેવા, કચેરી હસ્તકના નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી વર્ગ-3 સંવર્ગની 16 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પોસ્ટની વિગતો નીચે આપેલી છે.

Advertisment
કેટેગરીજગ્યા
બિન અનામત8
આર્થિક રીતે નબળા વર્ગ1
અનુ.જાતિ1
અનુ.જન જાતિ2
સા.શૈ.પ.વર્ગ4
કુલ16

GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેઝિક બી.એસસી. (નર્સિંગ) ની ડિગ્રીભારતીય નર્સિંગ
  • કાઉન્સિલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિપ્લોમા
  • ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા
  • ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગનું જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન જરૂરી
  • પસંદ કરાયેલા ઉમેદવારે સીધી પસંદગી માટે અરજી કરતી વખતે, જો તેણી નોંધણી ન કરાવી હોય, તો તેણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જોગવાઈઓ હેઠળ ગુજરાત નર્સ, મિડવાઇફ અને હેલ્થ વિઝિટર એક્ટ, 1968 હેઠળ મિડવાઇફ અથવા સમકક્ષ નર્સ પ્રેક્ટિશનર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી નર્સ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મૂજબ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ ભરતી અંતર્ગ પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹40,800 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ બાદ ઉમેદવારોની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹35,400થી ₹1,12,400 (લેવલ-6)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી