GSSSB Bharti 2025 : દિવ્યાંગ ઉમેદાવરો માટે ગુજરાત સરકારમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાચો બધી જ માહિતી

GSSSB Royalty Inspector Bharti 2025 Know How to Apply Online in Gujarati: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત રોયલ્ટી ઈન્સ્પેક્ટરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી અહીં વાંચો.

GSSSB Royalty Inspector Bharti 2025 Know How to Apply Online in Gujarati: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત રોયલ્ટી ઈન્સ્પેક્ટરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી અહીં વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ojas GSSSB Recruitment 2025

ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી- photo- X @GSSSB

Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્રરની કચેરી હસ્તક રોયલ્ટી ઈન્સ્પેક્ટર, વર્ગ-3ની કુલ 2 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત રોયલ્ટી ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

Ojas GSSSB ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઉદ્યોગ અને ખાણ વિભાગ
કચેરીભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર કચેરી
પોસ્ટરોયલ્ટી ઈન્સ્પેક્ટર, વર્ગ-3
જગ્યા2
વય મર્યાદા18થી 37 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ1 સપ્ટેમ્બર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2025
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્રરની કચેરી હસ્તક રોયલ્ટી ઈન્સ્પેક્ટર, વર્ગ-3ની કુલ 2 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Ojas bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે અનુસ્નાતકની ડિગ્રી
કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલ ભૂસ્તરશાસ્ત્ર અથવા ખાણકામ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.

GSSSB રોયલ્ટી ઈન્સ્પેક્ટર ભરતી માટે પગાર

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવરોને પહેલા પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹49,600 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹39,900 થી ₹1,26,600 (લેવલ-7)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે.

વય મર્યાદા

આ પોસ્ટ ઉપર અરજી કરના ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી