Ojas GSSSB bharti 2025:ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ₹ 40,800 પગાર વાળી નોકરી, કોણ કરી શકશે અરજી?

GSSSB Junior Pharmacist Bharti 2025: ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ફાર્માસિસ્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

GSSSB Junior Pharmacist Bharti 2025: ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ફાર્માસિસ્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat bharti 2025 | Gujarat Government jobs

ગુજરાતમાં સરકારી નોકરી - Photo- Social media

GSSSB Junior Pharmacist Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વધુ એક સરકારી નોકરીના દ્વાર ખુલી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરીના ગાર્મય આરોગ્ય શાખા હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેરામેડીકલ સંવર્ગની જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-3ની કુલ 209 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ફાર્માસિસ્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ojas new Bharti ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય વિભાગ
પોસ્ટજુનિયર ફાર્માસીસ્ટ
જગ્યા209
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 35 વર્ષ
અરજી કરવાની શરુઆતની તારીખ16-12-2025
અરજી કરવાની છેલ્લી તારીખ30-12-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત104
આર્થિક રીતે નબળા વર્ગ20
અનુ. જાતિ10
અનુ.જન જાતિ21
સા.શૈ.પ.વર્ગ54
કુલ209
Advertisment

GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીમાં સ્નાતકની ડિગ્રી અથવા ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી, (ફાર્મ.ડી.)
ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીમાં ડિપ્લોમા
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતું હોવું જોઈએ
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.

અનુભવ

સરકાર, સરકારી ઉપક્રમ અથવા બોર્ડમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે અથવા હોસ્પિટલ અથવા દવાખાનાઓમાં ડિસ્પેન્સર તરીકે અથવા કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપનીના ફાર્માસિસ્ટ અથવા તબીબી પ્રતિનિધિ તરીકે લગભગ બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

ગુજરાત સરકાર ભરતી અંતર્ગત પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ફાર્માસિસ્ટ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹ 40,800 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા ઉમેદવારોને સાતમા પગાર પંચના લેવલ-5 પ્રમાણે ₹29,200થી ₹92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે.

ગુજરાત સરકારી નોકરી માટે વય મર્યાદા

ઓજસ સરકારી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
અનામત વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી