/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Gujarat-health-bharti.jpg)
ગુજરાત સરકારી નોકરી - photo- freepik
GSSSB Physiotherapist Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025: ગુજરાતમાં સરકારી નોકરીઓના એક પછી એક તકોના દ્વાર ખુલવા લાગ્યા છે ત્યારે રાજ્યના ઉમેદાવરો માટે વધુ એક સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પવાર કલ્યાણ વિભાગ હસ્તકના કમિશનર આરોગ્ય(ગ્રામ્ય)ની કચેરી હેઠળ આરોગ્ય પ્રભાગ હસ્તકના પેરામેડિકલ સંવર્ગના ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3 સંવર્ગની કુલ 138 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારોને પસંદ કરવા માટે GSSSBએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ojas Gujarat Bharti ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
| પોસ્ટ | ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3 |
| જગ્યા | 138 |
| વય મર્યાદા | 18થી 35 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23-12-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 35 |
| આર્થિક રીતે નબળા વર્ગ | 13 |
| અનુ. જાતિ | 5 |
| અનુ. જન. જાતિ | 44 |
| કુલ | 138 |
GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતું હોવું જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.
ગુજરાત ભરતી 2025 માટે વય મર્યાદા
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- અનામત વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાત સરકારી નોકરી માટે પગાર ધોરણ
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹ 49,600 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા ઉમેદવારોને સાતમા પગાર પંચના લેવલ-7 પ્રમાણે ₹39,900થી ₹1,26,600 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us