Ojas New Bharti : ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી

ojas GSSSB Recruitment 2026: ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખ સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

ojas GSSSB Recruitment 2026: ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખ સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
Ojas GSSSB Recruitment 2025

ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી- photo- X @GSSSB

Ojas GSSSB Bharti 2026, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026: ગુજરાતમાં રહેતા દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગમાં ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે GSSSB એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ માંગાવી છે.

Advertisment

ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખ સહિતની માહિતી આ લેખમાં આપેલી છે. 

ઓજસ ગુજરાત નવી ભરતીની માહિતી 

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટવિવિધ
જગ્યા10
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદાવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2026
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ઓક્યુપેશનલ થેરાપીસ્ટ7
સીનીયર કેમીકલ આસીસ્ટન્ટ1
કેમીકલ આસીસ્ટન્ટ1
ટ્રેસર1
કુલ10
Advertisment

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે જે તે પોસ્ટની વિગતવાર શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી.

પગાર ધોરણ

GSSSB ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને જે તે પોસ્ટ પગાર મળવા પાત્ર રહેશે. પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર મળશે. જે નીચે દર્શાવવામાં આવ્યો છે.

પોસ્ટપગાર
ઓક્યુપેશનલ થેરાપીસ્ટ₹ 49,600
સીનીયર કેમીકલ આસીસ્ટન્ટ₹ 49,600
કેમીકલ આસીસ્ટન્ટ₹ 26,000
ટ્રેસર₹ 26,000

વય મર્યાદા

ઓજસ નવી ભરતી અંતર્ગત આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18થી 37 વર્ષ રાખવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા રાખવામાં આવી છે. 

આ પણ વાંચોઃ- Government jobs February 2026: ફેબ્રુઆરી મહિનામાં આટલી સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા થશે બંધ, ફટાફટ જાણી લો યાદી

ભરતી જાહેરાતની PDF

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સરકારી નોકરી નોકરી કરિયર