Ojas Gujarat bharti, GSSSB Various Post Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે ભરતીના સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક ભરતી બહાર પાડી છે. GSSSB એ સરકારના વિવિધ વિભાગોમાં વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત આપી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ojas Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ વિવિધ પોસ્ટ વિવિધ જગ્યા 78 વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર 2025 વચ્ચે ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
Ojas GSSSB Bharti 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા ડેન્ટલ ટેક્નીશીયન 1 રોયલ્ટી ઈન્સ્પેક્ટર 2 સ્ટોર કીપર 1 ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ 30 પ્રયોગશાળા મદદનીશ 44 કુલ 78
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી મહત્વની તારીખ
પોસ્ટ અરજી કરવાની શરુઆતની તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ ડેન્ટલ ટેક્નીશીયન 1-9-2025 12-9-2025 રોયલ્ટી ઈન્સ્પેક્ટર 1-9-2025 12-9-2025 સ્ટોર કીપર 3-9-2025 14-9-2025 ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ 6-9-2025 23-9-2025 પ્રયોગશાળા મદદનીશ 6-9-2025 23-9-2025
GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની ભરતી માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણકારી મેળવવા માટે ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ અને https://gsssb.gujarat.gov.in/ની મુલાકાત લેવી.
વય મર્યાદા અને પગાર ધોરણ
ઓજસ નવી ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ થકી બહાર પડેલી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા અને અલગ અલગ પગાર ધોરણ છે. માટે જે તે પોસ્ટ માટે વય મર્યાદા અને પગાર ધોરણ વિશે જાણવા માટે ઉમેદવારોએ સંસ્થાની સેબસાઈટ અથવા સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાત
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી