Ojas Gujarat bharti 2025, JMC bharti 2025 : જામનગરમાં રહેતા અને તગડા પગાર વાળી નોકરી સોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રીશિયનની કૂલ 6 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રીશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.
ગુજરાત ઓજસ ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા જામનગર મહાનગરપાલિકા (JMC) વિભાગ આરોગ્ય વિભાગ પોસ્ટ ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1, પીડીયાટ્રીશિયન, વર્ગ-1 જગ્યા 6 વય મર્યાદા 40 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર 2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત ભરતી 2025અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા ગાયનેકોલોજીસ્ટ 3 પીડીયાટ્રીશિયન 3 કુલ 6
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
જામનગર મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે
ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1
ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રીસરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી (ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન ગાયનેકોલોજીગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી
પીડીયાટ્રીશિયન, વર્ગ-1
ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રીસરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી (પીડીયાટ્રીક્સ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન પીડીયાટ્રીક્સગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી
વય મર્યાદા
જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મૂજબ મયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સાતમાં પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ-11 પ્રમાણએ ₹67,700 – ₹2,08,700 પગાર મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં JMC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી