Ojas New Bharti 2025: ગુજરાત સરકારમાં વર્ગ-3 અધિકારી બનાવવાની વધુ એક તક, અહીં વાંચો

ઓજસ નવી ભરતી 2025, GSSSB ભરતી 2025 અંતર્ગત ડેન્ટલ ટેક્નિશિયન વર્ગ-3ની પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ઓજસ નવી ભરતી 2025, GSSSB ભરતી 2025 અંતર્ગત ડેન્ટલ ટેક્નિશિયન વર્ગ-3ની પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ઓજસ નવી ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારોને ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹49,600 પગાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo - X @GSSSB_OFFICIAL

Ojas GSSSB Bharti 2025: ગુજરાતમાં ઉમેદવારો માટે અત્યારે વિવિધ સરકારી નોકરીઓની તકો એક પછી એક આવી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વધુ એક તક લઈને આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી માટે ડેન્ટલ ટેક્નિશિયન વર્ગ-3 સંવર્ગની કૂલ 2 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GSSSB ભરતી 2025 અંતર્ગત ડેન્ટલ ટેક્નિશિયન વર્ગ-3ની પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
પોસ્ટડેન્ટલ ટેક્નીશિયયન, વર્ગ-3
જગ્યા2
વય મર્યાદા18 વર્ષથી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ14-7-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી માટે ડેન્ટલ ટેક્નિશિયન વર્ગ-3 સંવર્ગની કૂલ 2 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માત્ર દિવ્યાંગ ઉમદેવારો માટે છે.

GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ડેન્ટલ ટેકનિશિયન અથવા ડેન્ટલ મિકેનિક્સમાં ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતું હોવું જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • આ ઉંમર 14 જુલાઈ 2025ના રોજ સુધી માનવામાં આવશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. ત્યાર બાદ સંતોષકારક કામગીરી જણતાં સાતમા પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ-5 પ્રમાણે ₹29,200થી ₹92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મેળવવા પાત્ર થશે.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર સરકારી નોકરી