GPSSB AAE (Civil) Recruitment 2025, ગુજરાત પંચાયત સેવા ભરતી : ગુજરાતમાં રહેતા અને ડિપ્લોમા કરેલું હોય એવા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ojas new Bharti અંગે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) પોસ્ટ અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 જગ્યા 350 વય મર્યાદા 18થી33 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6-11-2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in
GPSSB Bharti 2025 પોસ્ટની વિગતો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓની માહિતી નીચે આપેલી છે.
જિલ્લા પંચાયત જગ્યા અમદાવાદ 13 અમરેલી 1 આણંદ 5 અરવલ્લી 15 બનાસકાંઠા 32 ભરૂચ 10 ભાવનગર 6 બોટાદ 3 છોટા ઉદેપુર 16 દાહોદ 14 દેવભૂમિ દ્વારકા 10 ડાંગ 8 ગાંધીનગર 3 ગીર સોમનાથ 11 જામનગર 3 જૂનાગઢ 11 કચ્છ 18 ખેડા 14 મહીસાગર 15 મહેસાણા 15 મોરબી 4 નર્મદા 2 નવસારી 10 પંચમહાલ 17 પાટણ 5 પોરબંદર 2 રાજકોટ 4 સાબરકાંઠા 16 સુરત 14 સુરેન્દ્રનગર 18 તાપી 11 વડોદરા 11 વલસાડ 13 કુલ 350
ગુજરાત પંચાયત સેવા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ. અથવા
- સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ
- જો ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોય તો તે અરજી કરવા માટે પાત્ર રહેશે નહીં.
- ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદાવર 18 વર્ષથી નાનો નહીં અને 33 વર્ષથી મોટો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
ગુજરાત પંચાયતની ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 ફિક્સ પ્રતિ માસ પગાર મળશે. તેમજ આ ઠરાવથી નિયત થયેલા અન્ય લાભો મળવાપાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ નિમણૂક સત્તાધિકારીને સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સકારના ધારા ધોરણને ધ્યાનમાં લઈને મળવાપાત્ર નિયત પગારધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
- અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
- અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
- જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.