GSSSB Bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પોસ્ટની ભરતીની તારીખમાં કર્યો ફેરફાર, ફટાફટ વાંચી લો

GSSSB Bharti 2025, ઓજસ નવી ભરતી 2025 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : May 29, 2025 08:32 IST
GSSSB Bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પોસ્ટની ભરતીની તારીખમાં કર્યો ફેરફાર, ફટાફટ વાંચી લો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, વર્ક આસીસ્ટન્ટ નોકરી - photo - X @GSSSB_OFFICIAL

GSSSB Bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, ઓજસ નવી ભરતી 2025, Bharti 2025 Gujarat : અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ ઉપર અરજી પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પૈકી વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3ની ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જેની સંસ્થા દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ઉમેદવારો 3-7-2025 સુધી અરજી કરી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીનું નવું નોટિફિકેશન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપેલા નોટિફિકેશન પ્રમાણે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના હસ્તકના વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3 સંવર્ગની કૂલ 513 જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા આ માટેની તારીખ 20-5-2025થી લઈને 3-6-2025 સુધી રાખવામાં આવી હતી. જોકે, સંસ્થાએ આ તારીખમાં ફેરફાર કરીને ઓલાઈન અરજી કરવા માટે સમયગાળો વધાર્યો છે. હવે ઉમેદવારો 30-6-2025થી લઈને 3-7-2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટવર્ક આસિસ્ટન્ટ
જગ્યા513
નોકરીનું સ્થળસમગ્ર ગુજરાત
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ3-7-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત201
આર્થિક રીતે નબળા વર્ગ50
અનુ.જાતિ34
અનુ.જન જાતિ92
સા.શૈ.પ.વર્ગ136
કુલ513

વર્ક આસીસ્ટન્ટ માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થાઓમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ
  • સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમદેવારો અરજી કરવા પાત્ર નથી
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિ માસ ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ સંતોષકારક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને સાતમા પગારપંચ લેવલ-4 પ્રમાણે ₹25,500 – ₹81,100ના પગાર ધોરણ મળવા પાત્ર રહેશે

વય મર્યાદા

વર્ક આસીસ્ટન્ટ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારાધોરણ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીનું નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ