Gujarat Bharti 2025 : ભાવનગરમાં મહિલાઓને કાયમી મેળવવાની તક, અહીં વાંચો પગારથી લઈને બધું જ

Ojas New Bharti 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત ફિમેલ હલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : October 25, 2025 12:33 IST
Gujarat Bharti 2025 : ભાવનગરમાં મહિલાઓને કાયમી મેળવવાની તક, અહીં વાંચો પગારથી લઈને બધું જ
ભાવનગરમાં મહિલાઓ માટે નોકરી - Photo - freepik

Ojas BMC Recruitment 2025, ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2025 : ભાવનગરમાં રહેતી અને કાયમી નોકરી શોધી રહેલી મહિલા ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચરા આવી ગયા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેલ્થ વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કરની કુલ 30 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી અંતર્ગત ફિમેલ હલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)
વિભાગહેલ્થ વિભાગ
પોસ્ટફિમેલ હેલ્થ વર્કર
જગ્યા30
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ8-11-2025
ક્યાં અરજી કરવીhttp://ojas.gujarat.gov.in

BMC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત14
આર્થિક રીતે પછાત વર્ગ3
અનુસુચિત જાતિ2
અનુસુચિત જનજાતિ4
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પર્ગ7
કુલ30

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય ડીપ્લોમાં નર્સીંગ પાસ અથવા બે વર્ષનો એ.એન.એમ.નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
  • કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાતી અને હિન્દી બંનેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ

પસંદ પામેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 નિયત થયેલો ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-2 પ્રમાણે ₹19,900-₹63,200 નિયમીત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

વય મર્યાદા

  • અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહિં. અધિક્તમ વય મર્યાદા 58 વર્ષની રહેશે.

નોટિફિકેશન

આ પણ વાંચોઃ- Ojas New Bharti 2025 : ભાવનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

અરજી કેવી રીતે કરવી?

  • ઓજસ અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ