Ojas BMC Recruitment 2025, ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2025 : ભાવનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ખાસ કરીને કોલેજ પાસ ઉમેદવારો માટે આ સમાચાર ખુબ જ કામના છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનીયર ક્લાર્કની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની કૂલ 17 જગ્યાઓ ભરવા માટે BMC એ લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત જુનીયર ક્લાર્ક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ojas New Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા ભાવનગર મહાનગરપાલિકા પોસ્ટ જુનીયર ક્લાર્ક જગ્યા 17 વય મર્યાદા 18થી 35 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8 નવેમ્બર 2025 ક્યાં અરજી કરવી? http://ojas.gujarat.gov.in
BMC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિન અનામત 9 આર્થિક રીતે પછાત વર્ગ 1 અનુસુચિત જાતિ 1 અનુસુચિત જનજાતિ 2 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પર્ગ 4 કુલ 17
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર સરકાર માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક હોવો જોઈએ
- કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ
પસંદ પામેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 નિયત થયેલો ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-2 પ્રમાણે ₹19,900-₹63,200 નિયમીત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
વય મર્યાદા
- અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહિં. અધિક્તમ વય મર્યાદા 45 વર્ષની રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ઓજસ અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
- ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી





