Ojas BMC Recruitment 2025, ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2025 : ભાવનગરમાં રહેતા કોલેજ પાસ અને ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ સારા પગારની નોકરીની તક આવી ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની કુલ 2 જગ્યાઓ માટે ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
ઓજસ ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પોસ્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર જગ્યા 2 વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં એપ્લિેકશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8-11-2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/ 
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિન અનામત 1 આર્થિક રીતે પછાત વર્ગ 0 અનુસુચિત જાતિ 0 અનુસુચિત જન જાતિ 0 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ 1 
BMC Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિધ્યાશાખાના સ્નાતક અને સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ.
 - કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
 - ગુજરાતી અને હિન્દીનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
 
વય મર્યાદા
- અરજી સ્વિકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
 - ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિક્તમ વયમર્યાદા 58 વર્ષની રહેશે.
 
પગાર ધોરણ
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય તો સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-6 સ્કેલ ₹35,400-₹1,12,400 નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ઓજસ અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
 - ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
 - ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
 - અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
 - અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી
 





