ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, GSSSB Recruitment 2025 : ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વધુ એક દરવાજો ખોલી દીધો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-3ની ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB) વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર પોસ્ટ લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-3 જગ્યા 11 વયમર્યાદા 18થી 37 વર્ષ વચ્ચે અરજી કરવાની છેલ્લી તારીખ 5-6-2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિન અનામત 7 આર્થિક રીતે નબળા 1 સા.શૈ.પ.વર્ગ 2 અનુ.જાતિ 0 અનુ.જન.જાતિ 1 કુલ 11
શૈક્ષણિક લાયકાત
- ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડ ભૂસ્તરશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રી અથવા જિયોલોજિકલ એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ/ટેકનોલોજીની ડિગ્રી.
- ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18થી 37 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતો હોવો જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા મળવાપાત્ર રહેશે
પરીક્ષા ફી
બીન અનામત વર્ગ માટે પરીક્ષા ફી 500 રૂપિયા તેમજ અનામત વર્ગ માટે પરીક્ષા ફી 400 રૂપિયા ચૂકવાવાની રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારો પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષકારક સેવાઓ જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા ₹44,900થી ₹1,42,400 (લેવલ-8)ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવવા પાત્ર થશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
- સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.