ઓજસ નવી ભરતી 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો A to Z માહિતી

ojas new bharti 2025|GSSSB Recruitment 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,ભરતીની મહત્વની તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ojas new bharti 2025|GSSSB Recruitment 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,ભરતીની મહત્વની તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ઓજસ નવી ભરતી 2025 |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી|ojas new bharti 2025|GSSSB Recruitment 2025

ઓજસ નવી ભરતી 2025 |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo - X @GSSSB_OFFICIAL

Ojas New Bharti 2025, ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : અત્યારે ગુજરાત સરકારના કેટલાક વિભાગોમાં અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી ચાલી રહી છે ત્યારે ફરી એકવાર ઓજસ નવી ભરતી આવી છે. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમદેવારો માટે નોકરી મેળવવા માટેની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-3 (સિવિલ)ની ભરતી માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,ભરતીની મહત્વની તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
વિભાગનર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
પોસ્ટઅધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3
જગ્યા824
વયમર્યાદા18થી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ13-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ27-5-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ઓજસ નવી ભરતી 2025, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત394
આર્થિક રીતે નબળા82
અનુ.જાતિ64
અનુ.જન.જાતિ64
આ.શૈ.પ.વર્ગ235
કુલ842

શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ની કલમ-3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ; અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો
  • સિવિલએન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો ઉમેદવાર અરજી કરવા માટે પાત્ર રહેશે નહીં.
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18થી 33 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતો હોવો જોઈએ.
અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા મળવાપાત્ર રહેશે

પરીક્ષા ફી

બીન અનામત વર્ગ માટે પરીક્ષા ફી 500 રૂપિયા તેમજ અનામત વર્ગ માટે પરીક્ષા ફી 400 રૂપિયા ચૂકવાવાની રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારો પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષકારક સેવાઓ જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા ₹39,900થી ₹1,26,600 (લેવલ-7)ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવવા પાત્ર થશે.

ઓજસ નવી ભરતી 2025, નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
  • સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી