Ojas new Bharti 2025 : ગુજરાતમાં મદદનીશ શિક્ષકની સરકારી નોકરીની મેળવવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

ઓજસ GSSSB ભરતી 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત મદદનીશ શિક્ષક પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

ઓજસ GSSSB ભરતી 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત મદદનીશ શિક્ષક પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSSSB assistant teacher bharti 2025

ગુજરાતમાં મદદનીશ શિક્ષકની ભરતી - Photo-freepik

Ojas GSSSB Planning Assistant bharti 2025, ઓજસ નવી ભરતી 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની રાત જોઈ રહેલા ઉમેદવારો માટે વધુ એક નોકરીની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક સમાજ સુરક્ષા ખાતા હસ્તકની મદદનીશ શિક્ષક (મુકબધિર બાળકોની શાળા માટે) ભરતી બહાર પાડી છે. આ પોસ્ટની કૂલ 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મદદનીશ શિક્ષક પોસ્ટની મહત્વની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની બધી જ માહિતી અહીં વાંચો.

Ojas GSSSB ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી (GSSSB)
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
જગ્યા7
એપ્લિેકશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 37 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ8-8-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત6
આર્થિક રીતે નબળા વર્ગ0
અનુ.જાતિ0
અનુ.જન જાતિ1
સા.શૈ.પ.વર્ગ0
કુલ7

GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી મેળવેલ વિશેષ બી.એડ. (શ્રવણ ક્ષતિગ્રસ્ત) ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત વિશેષ શિક્ષણ (શ્રવણ ક્ષતિગ્રસ્ત) માં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમરની વાત કરીએ ત અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ બાદ સંતોષકારક કામગીરી જણાતા સાતમા પગાર પંચ લેવલ-5 પ્રમાણે ₹29,200થી ₹92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી