Ojas news bharti 2025, GSSSB Mine Supervisor Bharti 2025, ઓજસ નવી ભરતી 2025 : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે વધુ એક સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયમંત્ર હેઠળના કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી ગાંધીનગર હસ્તકના માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3ની કૂલ 106 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.
ઓજસ નવી ભરતી 2025 ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ પોસ્ટ માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-3 જગ્યા 106 વય મર્યાદા 18થી 35 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિન અનામત 30 આર્થિક રીતે નબળા 10 અનુ.જન જાતિ 28 અનુ.જાતિ 10 સા.શૈ.પ.વર્ગ 28 કુલ 106
GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડ ભૂસ્તરશાસ્ત્રમાં મુખ્ય વિષય તરીકે ડિગ્રી અથવા ખાણકામ ઇજનેરીમાં ડિગ્રી હોવી જોઈએ
- અથવા સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ખાણકામ ઇજનેરીમાં ડિપ્લોમા કરેલી હોવું જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
અનુભવન
સરકારી અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ અથવા કંપની અધિનિયમ 2013 હેઠળ સ્થાપિત કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં ભૂસ્તરશાસ્ત્રીય કાર્ય અથવા ખાણકામના ક્ષેત્રમાં લગભગ એક વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
માઈન્સ સુપરવાઈઝર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 પ્રતિમાસ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષ સંતોષકારક કામગીરી જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ-4 પ્રમાણે ₹25,500થી ₹81,100 ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી