ઓજસ નવી ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારોને ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹49,600 પગાર

ઓજસ GSSSB ભરતી 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત પ્લાનિંગ આસિસ્ટન્ટ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

Written by Ankit Patel
Updated : July 23, 2025 14:24 IST
ઓજસ નવી ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારોને ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹49,600 પગાર
ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી- photo- freepik

Ojas GSSSB Planning Assistant bharti 2025, ઓજસ નવી ભરતી 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નગર આયોજન અને મુલ્યાંકન હસ્તકના પ્લાનિંગ આસીસ્ટન્ટ વર્ગ-3ની કુલ 12 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી અંતર્ગત પ્લાનિંગ આસિસ્ટન્ટ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

ઓજસ નવી ભરતી 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
પોસ્ટપ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ગ-3
જગ્યા12
વય મર્યાદા18થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ4 ઓગસ્ટ 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSSSB Recruitment 2025, Government job
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી – photo – X @GSSSB_OFFICIAL

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

દિવ્યાંગતાનો પ્રકારજગ્યા
બધિર અને ઓછું સાંભળનાર6
મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ1
સ્વલીનતા બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શિખવાની અક્ષમતા અને માનસિક બીમારી, બહેરાશ-અંધત્વ સહિત દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ5

GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સિવિલ અથવા આર્કિટેક્ચર અથવા પ્લાનિંગમાં એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
  • હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

આ પોસ્ટ ઉપર અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 પ્રતિ માસ પગાર મળશે. 5 વર્ષ બાદ સંતોષકારક કામગીરી જાણાય તો સાતમા પગાર પંચના લેવલ 8 પ્રમાણે ₹49,900થી ₹1,42,400 પ્રમાણે કાયમી નિમણૂંક મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ