ઓજસ નવી ભરતી 2025 : ગુજરાતમાં ગ્રંથપાલ વર્ગ-3ની સરકારી નોકરીની તક, આટલી લાયકાત જરૂરી, વાંચો બધી જ માહિતી

GSSSB ગ્રંથપાલ ભારતી 2025 : ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

GSSSB ગ્રંથપાલ ભારતી 2025 : ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ojas new Bharti 2025 GSSSB Librarian Recruitment 2025

ઓજસ નવી ભરતી, GSSSB ગ્રંથપાલ ભારતી 2025 - photo- freepik

Ojas new bharti 2025, ઓજસ નવી ભરતી 2025, GSSSB Librarian Bharti 2025: ગુજરાતમાં અત્યારે વિવિધ સરકારી નોકરીઓ માટે ભરતીની અરજી પ્રક્રિયા ચાલી રહી છે. વિવિધ ભરતીઓ વચ્ચે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)દ્વારા વધુ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથપાલ વર્ગ-3 સંવર્ગની કૂલ 12 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

ઓજસ નવી ભરતી 2025ની અગત્યની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
પોસ્ટગ્રંથપાલ, વર્ગ-3
જગ્યા12
વય મર્યાદા18થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ4 ઓગસ્ટ 2025
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in/
government jobs
સરકારી નોકરીઓ -Photo- freepik

GSSSB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની માહિતી

કેટેગરીજગ્યા
બિનઅનામત7
આર્થિક રીતે નબળા1
અનુ.જાતિ0
અનુ.જન જાતિ1
સા.શૈ.પ.વર્ગ3
કુલ12

ojas new Bharti 2025 અંતર્ગત શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અથવા પુસ્તકાલય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
  • હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ.

પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના લેવલ-5 પ્રમાણે ₹29,200થી ₹92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.

વય મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી