/indian-express-gujarati/media/media_files/2026/01/15/bhavnagar-jobs-2026-01-15-13-15-03.jpg)
ભાનવનગરમાં નોકરીઓ Photograph: (freepik)
Ojas bhavnagar Bharti 2026 : ભાવનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ભવનગરમાં જ કાયમી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ઓજસ ભરતી અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. BMC એ કુલ 09 જગ્યાઓ પર ઉમદેવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ છેલ્લે સુધી વાંચવો.
ઓજસ નવી ભરતી અંતર્ગત મહત્વની માહિતી
| ભરતી સંસ્થા | ભાવનગર મહાનગરપાલિકા |
| પોસ્ટ | સીનીયર ક્લાર્કથી લઈને લેબોરેટરી ટેક્નિશિયન સુધી વિવિધ |
| જગ્યા | 9 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | વિવિધ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 29-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
BMC Bharti 2026ની પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| અધિક મદદનીશ ઇજનેર (મીકેનીકલ) | 1 |
| સીનીયર કલાર્ક | 1 |
| અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીકલ) | 2 |
| ટેકનીકલ આસીસ્ટન્ટ (મીકેનીકલ) | 2 |
| હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર | 1 |
| લેબોરેટરી ટેકનિશિયન | 2 |
| કુલ | 9 |
શૈક્ષણિક લાયકાત
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઈજનેરથી લઈને લેબોરેટરી ટેક્નિશિયન સુધીની કુલ 9 જગ્યાઓ માટે ઉમેદવારોની પોસ્ટ પ્રમાણે લાયકાત માંગી છે. જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જે તે પોસ્ટની ભરતી નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ) |
| અધિક મદદનીશ ઇજનેર (મીકેનીકલ) | ₹49,600 |
| સીનીયર કલાર્ક | ₹26,000 |
| અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીકલ) | ₹49,600 |
| ટેકનીકલ આસીસ્ટન્ટ (મીકેનીકલ) | ₹40,800 |
| હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર | ₹40,800 |
| લેબોરેટરી ટેકનિશિયન | ₹40,800 |
આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
- ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us