GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે વધુ એક સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની કુલ 102 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે જીપીએસસી દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GPSC ભરતી 2025 અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ સચિવાલય, ગુજરાત વિધાનસભા, ગુ.જા.સે.આ. પોસ્ટ નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર,વર્ગ-3 જગ્યા 102 વય મર્યાદા 20થી 35 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9-7-2025 ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in
GPSC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ વિભાગ જગ્યા નાયબ સેક્શન અધિકારી સચિવાલય 92 નાયબ સેક્શન અધિકારી ગુજરાત વિધાનસભા 1 નાયબ સેક્શન અધિકારી ગુજરાત જાહેર સેવા આયોગ 9 કુલ 102
ઓજસ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી, અથવા સમકક્ષ લાયકાત
- જે ઉમેદવાર જરૂરી લાયકાતના અંતિમ સેમેસ્ટર/વર્ષમાં હાજર રહ્યો છે અથવા હાજર રહેવાનો ઇરાદો ધરાવે છે અથવા પરિણામની રાહ જોઈ રહ્યો છે, તે અરજી કરી શકે છે
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
Gujarat Bharti 2025 માટે વય મર્યાદા
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી નાની નહીં અને 35 વર્ષથી મોટી ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹ 49,600 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાત તો ઉમેદવારને પે મેટ્રીક્સના લેવલ-7 પ્રમાણે ₹39,900થી ₹1,26,600 પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે પહેલા https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
- અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ દેખાશે.
- જેતે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય પર ક્લિક કરવું
- અહીં માંગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમીટ કરવું
- અરજી અંતિમ સબમિટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.





