Ojas GPSC Bharti 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી :ગુજરાત સરાકરમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગે વધુએક પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ગુજરાત જાહેર સેવા આયોગે ગુજરાત આયુર્વેદ સેવામાં મેડિકલ ઓફિસરની કૂલ 100 જગ્યાઓ પર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે. ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે.
ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મેડિકલ ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં જાણો.
ઓજસ નવી ભરતી 2025 ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પોસ્ટ મેડિકલ ઓફિસર-રેસિડન્ટ મેડિકલ ઓફિસર, વર્ગ-2 જગ્યા 100 વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31-7-2025 ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in/
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની માહિતી
કેટેગરી જગ્યા સામાન્ય 12 આર્થિક રીતે નબળા વર્ગ 10 સા.શૈ.પ.વર્ગ 51 અનુસુચિત જાતિ 12 અનુસુચિત જન જાતિ 15 કુલ 100
GPSC ભરતી 2025, શૈક્ષિક લાયકાત
- સરકારી માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ આયુર્વેદ દવા અને શસ્ત્રક્રિયા (B.A.M.S.) માં બેચલર ડિગ્રી અથવા ભારતીય દવા સેન્ટ્રલ કાઉન્સિલ અધિનિયમ, ૧૯૭૦ હેઠળ માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત ધરાવનાર.
- માધ્યમિક શાળા પ્રમાણપત્ર (S.S.C) પરીક્ષા અથવા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (H.S.C) પરીક્ષા સંસ્કૃત વિષયોમાંથી એક સાથે પાસ કરેલ હોય અથવા માન્ય સંસ્થામાંથી તેની સમકક્ષ.
- કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન
- ગુજરાત અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન
વય મર્યાદા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી મેડિકલ ઓફિસરની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને સાતમા પગાર પંચના પે મેટ્રીક્ષ લેવલ-9 પ્રમાણે ₹53,100-₹1,67,800 પગાર મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરોફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.