Ojas bharti 2025 : એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, ₹ 2 લાખ સુધી પગાર, વાંચો બધી માહિતી

GPSC Ojas Recruitment 2025 : ઓજસ ભરતી 2025 અંતર્ગત નગર નિયોજક અને જુનિયર નગર નિયોજક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

Written by Ankit Patel
June 28, 2025 09:55 IST
Ojas bharti 2025 : એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, ₹ 2 લાખ સુધી પગાર, વાંચો બધી માહિતી
GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ટાઉન પ્લાનર નોકરી - photo- X @GPSC_OFFICIAL

ojas new Bharti gpsc recruitment 2025 : ગુજરાત સરકારમાં સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા એન્જિનિયરિંગ પાસ ઉમેદવારો માટે સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની નગર નિયોજક, વર્ગ-1 અને જુનિયર નગર નિયોજક વર્ગ-2ની ભરતી બહાર પાડી છે. આ બંને પોસ્ટ માટે કૂલ 69 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ ભરતી 2025 અંતર્ગત નગર નિયોજક અને જુનિયર નગર નિયોજક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ઓજસ ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
પોસ્ટનગર નિયોજક, જુનિયર નગર નિયોજક
જગ્યા59
વય મર્યાદા45 અને 37 વર્ષથી વધુ નહિં
અરજી કરવાની છેલ્લી તારીખ9-7-2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
નગર નિયોજક, વર્ગ-114
જુનિયર નગર નિયોજક, વર્ગ-255
કૂલ59

GPSC ભરતી 2025, શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નગર નિયોજક અને જુનિયર નગર નિયોજક પોસ્ટ માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ આર્કિટેક્ચર અથવા સિવિલ એન્જિનિયરિંગ/ટેકનોલોજી અથવા પ્લાનિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ
  • હિન્દી અને ગુજરાત અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

પોસ્ટવય મર્યાદા
નગર નિયોજક,વર્ગ-142 વર્ષથી વધુ નહીં
જુનિયર નગર નિયોજક, વર્ગ-237 વર્ષથી વધુ નહીં

નગર નિયોજક વર્ગ-1, નોટિફિકેશન – PDF

GPSC bharti 2025 – પગાર ધોરણ

  • નગર નિયોજક, વર્ગ-1- ₹ 67,700/- ₹ 2,08,700/- (પે મેટ્રીક્સ લેવલ-11)
  • જુનિયર નગર નિયોજક, વર્ગ-2- ₹ 55,100/- ₹1,67,700/- (પે મેટ્રીક્સ લેવલ-11)

જુનિયર નગર નિયોજક વર્ગ-1, નોટિફિકેશન – PDF

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે પહેલા https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  • અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ દેખાશે.
  • જેતે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય પર ક્લિક કરવું
  • અહીં માંગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમીટ કરવું
  • અરજી અંતિમ સબમિટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ