GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગે નોકરીના દ્વાર ખોલ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 અધિકારીઓની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. GPSC એ કૂલ 518 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ઓજસ નવી ભરતી 2025 અંગે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પોસ્ટ વિવિધ જગ્યા 518 વયમર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9-7-2025 ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in/
GPSC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટની કુલ 518 જગ્યાઓ બહાર પાડી છે. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ જગ્યા કાયદા અધીક્ષક(જુનિયર ડ્યુટી), વર્ગ-2 1 નગર નિયોજક, વર્ગ-1 14 જુનિયર નગર નિયોજક, વર્ગ-2 55 નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (સચિવાલય) 92 નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (ગુ.જા.સે.આ) 1 નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (વિધાનસભા) 11 મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2 11 મદદનીશ ઈજનેર(વિદ્યુત), વર્ગ-2 139 મદદનીશ પશુપાલન નિયામક, વર્ગ-2 3 સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-1 2 સંયુક્ત બાગાયત નિયામક, વર્ગ-1 1 નેત્ર સર્જન(તજજ્ઞ), વર્ગ-1 52 લેક્ચરર, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-2 33 પ્રાધ્યાપક,(I.H.B.T), વર્ગ-1 3 સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-2 2 મેડિકલ ઓફિસર-રેસિડન્ટ મેડિકલ ઓફિસર(આયુર્વેદ), વર્ગ-2 100 કુલ 518
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગો માટે અલગ અલગ પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેથી જેતે ભરતી વિશેની શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.
વય મર્યાદા અને પગાર ધોરણ
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે સરકારી ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદા માંગવામાં આવી છે. જ્યારે પસંદ પામેલા ઉમદેવારોને જે તે પોસ્ટ માટે નક્કી કરેલા પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. વધારે માહિતી જાણવા માટે જે તે ભરતીનું નોટિફિકેશન વાંચવું.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે પહેલા https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
- અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ દેખાશે.
- જેતે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય પર ક્લિક કરવું
- અહીં માંગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમીટ કરવું
- અરજી અંતિમ સબમિટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.