/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Jobs-in-Gandhinagar-1.jpg)
ગાંધીનગરમાં ભરતી - photo- unsplash
GSSSB Fireman Driver Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કૂલ 138 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે,
ઓજસ નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, વિભાગ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ઓજસ નવી ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| નોકરી સ્થળ | ગાંધીનગર મહાનગરપાલિકા |
| પોસ્ટ | ફાયરમેન કમ ડ્રાઈવર |
| જગ્યા | 138 |
| વય મર્યાદા | 18થી 33 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 9-12-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23-12-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
GSSSB ભરતી 2025 માટે પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 59 |
| આર્થિક રીતે નબળા વર્ગ | 13 |
| અનુ.જાતિ | 9 |
| અનુ.જન જાતિ | 20 |
| સા.શૈ.પ.વર્ગ | 37 |
| કુલ | 137 |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (HSC) પાસ કરેલી હોવી જોઈએ.
- રાજ્ય અથવા કેન્દ્ર સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
- રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા
- અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિકને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 માસિક ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹19900-₹63,200 લેવલ-2 ના પગારધોરણમાં નિમયિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us