Ojas New Bharti 2025 : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નોકરીની તક, ₹49,600 મળશે પગાર, શું લાયકાત જોઈએ?

GSSSB Physiotherapist Bharti 2025: ઓજસ નવી ભરતી અંતર્ગત ફિઝિયોથેરાપીસ્ટ પોસ્ટની વિગતો, વિભાગ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

GSSSB Physiotherapist Bharti 2025: ઓજસ નવી ભરતી અંતર્ગત ફિઝિયોથેરાપીસ્ટ પોસ્ટની વિગતો, વિભાગ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ojas GPSC Bharti 2025 : કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

ગુજરાત સરકાર નોકરી - Photo- freepik

GSSSB Physiotherapist Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના કમિશનર આરોગ્ય (ગ્રામ્ય)ની કચેરીમાં ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3 સંવર્ગની કૂલ 138 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ઓજસ ગુજરાત નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ઓજસ નવી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય વિભાગ
પોસ્ટફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 35 વર્ષ
અરજી કરવાની શરુઆતની તારીખ9-12-2025
અરજી કરવાની છેલ્લી તારીખ23-12-2025
ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગત

કેટેગરીજગ્યા
બિન અનામત35
આર્થિક રીતે નબળા વર્ગ13
અનુ.જાતિ5
અનુ.જન જાતિ44
સા.શૈ.પ.લર્ગ41
કુલ138
Advertisment

GSSSB ભરતી 2025 શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.

ગુજરાત ભરતી માટે વય મર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિકને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 માસિક ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹39,900-₹1,26,600 લેવલ-7 ના પગાર ધોરણમાં નિમયિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી