Ojas GSSSB Bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, અભિલેખાગાર, ગાંધીનગરની કચેરી હસ્તકની આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 14 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી અંતર્ગત આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ, વર્ગ-3 પોસ્ટની વિગત, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ઓજસ નવી ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પોસ્ટ આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ, વર્ગ-3 જગ્યા 14 વય મર્યાદા 18થી 37 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 જૂન 2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, અભિલેખાગાર, ગાંધીનગરની કચેરી હસ્તકની આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3ની 14 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
કેટેગરી જગ્યા બિન અનામત 8 આર્થિક રીતે નબળા વર્ગ 1 અનુ.જાતિ 0 અનુ.જન.જાતિ 2 સા.શૈ.પ.વર્ગ 3 કુલ 14
GSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇતિહાસ / રાજકીય વિજ્ઞાન / જાહેર ક્ષેત્રમાં બીજા વર્ગ સાથે અનુસ્નાતક ડિગ્રી
- સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ઇતિહાસ / રાજકીય વિજ્ઞાન / જાહેર ક્ષેત્રમાં પ્રથમ વર્ગની સ્નાતક ડિગ્રી
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.
Ojas New Bharti 2025 માટે વય મર્યાદા
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદાવરની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 37 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ઓજસ નવી ભરતી 2025 માટે પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 રૂપિયા ફિક્સ પગાર મળશે. પછી પાંચ વર્ષ બાદ સંતોષકારક સેવાઓ જણાંતા સાતમા પગાર પંચના લેવલ-6 પ્રમાણે ₹35,400-₹1,12,400 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી